Friday, 1 February 2013

મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હુંડી શામળીયાને હાથ રે , શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગજને વ્હાલે ઉગારિયો રે, વળી સુદામાની ભાંગી ભૂખ
દોહલી વેળાના મારા વાલમા હે તમે ભક્તોને આપ્યાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપી ચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો રે, મારી દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની માંહે,
આ શહેરમાં એવું કોન છે રે, જેનું શામળશા એવું નામ
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


ૐ નમઃ શિવાય

અજબ કાયાનો ઘડનારો



ગાયક:- પૂ. શ્રી નારાયણ સ્વામી
પ્રભુજી પોતે એમાં પુરાણો
અજબ કાયાનો ઘડનારો
એ પોતે એમાં પુરાણો [2]

માયાપતિ માયાને વશ થઈ
માનવ બનીને મુંઝવાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો

પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે [2]
એકલો બહુ અકળાણો [2]
એતોહમ બહુ સ્વામી કહીને
લખ ચોરાસીમાં સમાણો
પોતે એમાં પુરાણો
અજબ કાયાનો

કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં
સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ
થયો ન ઓછો દાણો
પોતે એમાં પુરાણો
અજબ કાયાનો

પૃથવી અને મહી ઓષધી
એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે
પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો
અજબ કાયનો

પોતે ભગવન પોતે પુજારી
પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને
સ્વામી થઈને સૂંઢાળો
પોતે એમાં પુરાણો
અજબ કાયાનો

દૃષ્યમાન છે જે કઈ જગમાં
સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં
અર્જુન માયામાં અટવાણો
પોતે એમાં પુરાણો
અજબ કાયાનો


ૐ નમઃ શિવાય

ઈતના તો કરના સ્વામી

 


ગાયક :- પૂ. નારાયણ સ્વામી
ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે
ગોવિન્દ નામ લે કર ફીર પ્રાણ તનસે નીકલે

શ્રીગંગાજીકા જલ હો યા યમુનાજીકા પટ હો
મેરા સાંવરા નીકટ હો જબ પ્રાણ તનસે નીકલે

શ્રી વૃદાવન સ્થલ હો મેરે મુખમેં તુલસી દલ હો
વિષ્ણુ ચરણકા જલ હો જબ પ્રાણ તનસે નીકલે

શ્રી સોહના મુકુટ હો મુખડે પે કાલી લટ હો
યે હી ધ્યાન મેરે ઘટ હો જબ પ્રાણ તનસે નીકલે

સન્મુખ સાઁવરા ખડા હો બંસીમેં સ્વર ભરા હો
તીરછા ચરણ ભરા હો જબ પ્રાણ તનસે નીકલે

જબ અંતકાલ આવે કોઈ રોગના સતાવે
યમ દર્શ ના દિખાવે જબ પ્રાણ તનસે નીકલે

મેરા પ્રાણ નીકલે સુખસે તેરા નામ નીકલે મુખસે
બચ જાઉં ઘોર દુઃખસે જબ પ્રાણ તનસે નીકલે

ઉસ વક્ત જલ્દી આના નહીં શ્યામ ભૂલ જાના
બંસીકી ધૂન સુનાને જબ પ્રાણ તનસે નીકલે

યહ નેક સી અરજ હૈ માનો તો ક્યા હરજ હૈ
કુછ આપકી ફરજ હૈ જબ પ્રાણ તન સે નીકલે

વિદ્યાનંદકી હૈ યે અરજી ખુદગર્જકી હૈ ગરજી
આગે તુમ્હારી મરજી જબ પ્રાણ તનસે નીકલે


ૐ નમઃ શિવાય