Tuesday, 31 July 2012

મણીયારો રે….

હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો..
હે અણીયાળી રે ગોરી તારી આંખડી રે
કાંઇ હું રે આંજેલ એમાં મેંશ રે
છેલ મુજો હાલારી મણીયારો
કે ભેણ મુજો પરદેશી મણીયારો…
હે મણીયારે તે કળાયેલ મોરલો રે
કાંઇ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…
હે પનીહારીનું ઢળકંતુ બેડલું ને
કાંઇ હું રે છલકંતુ એમાં મીર રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો…
હે મણીયારો તે અડાવીડ આંબલો રે
કાંઇ હું રે કોયલડી નો કંઠ રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો પરદેશી મણીયારો…
હે મણીયારો તે હલુ હલુ થઇ રે વીયો
હે મુજા દલડા ઉદાસીમાં હોય રે
છેલ મુજો હાલારી મણીયારો,
કે ભેણ મુજો વરણાગી મણીયારો

અમે મૈયારા રે.. – નરસિંહ મહેતા

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..
અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

હર હર ભોલે નમઃ શિવાય



ૐ નમઃ શિવાય [૭]

ૐ નમઃ શિવાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

રામેશ્વરાય શિવ રામેશ્વરાય
હર હર ભોલે નમઃઅ શિવાય
ૐ નમઃ શિવાય

ગંગાધરાય શિવ ગંગાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

જટાધરાય શિવ જટાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે


ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે વો તો બાબા કૈલાસકો – [2]

મૈંને ઉસે પૂછા કી નામ તેરા ક્યા હૈ? – [2]
ભોલા ભંડારી બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
---ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી ધામ તેરા ક્યા હૈ? – [2]
કાશી કેદારા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ?- [2]
ભાંગ ધતુરા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા શ્રીંગાર તેરા ક્યા હૈ?
મુંડનકી માલા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી કામ તેરા ક્યા હૈ?
તાંડવ કા નાચ બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

Monday, 30 July 2012

હે રૂડે રંગે રમે દેવી અંબિકા રે લોલ


હે રૂડે રંગે રમે છે દેવી અંબિકા રે
પાય વાગે છે ઘુઘરીનાં ઘમકારે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયા રે
સાથે રાણી ઈન્દ્રાણીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને બ્રહ્મદેવ આવિયા રે
સાથે રાણે બ્રહ્માણીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયા રે
સાથે દેવી લક્ષ્મીજીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને શિવજીદેવ આવિયા રે
સાથે દેવી પાર્વતીજીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ખેલ ખેલો રે ભવાની મા
જય જય અંબે મા

મારી અંબા માને કાજે
મારી બહુચરમાને કાજે
મારી હર્ષદમાને કાજે
મારી કાળકામાને કાજે

ખેલ ખેલ રે ભવાની મા
જય જય અંબે મા


જય અંબે

એક વણઝારી ઝૂલણા ઝૂલતી'તી


એક વણઝારી ઝૂલણા ઝૂલતી'તી

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી
હે.. માની દેરીએ ડંકો થાય મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી

માએ પહેલે પગથિએ પગ મૂક્યો
હે.. માને પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


મા એ બીજે પગથીયે પગ મૂક્યો મોરી મા
હે...માને ગોઠણ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


મા એ ત્રીજે પગથીયે પગ મૂક્યો મોરી મા
હે... માને કેડ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી



મા એ ચોથે પગથીયે પગ મૂક્યો
હે... માને છતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


જય અંબે

જનનીની જોડ સખી નહીં જડે


જનનીની જોડ સખી નહીં જડે


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
- દામોદર બોટાદકર

શિવાજીનું હાલરડું



આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.


ૐ નમઃ શિવાય

મોર બની થનગાટ કરે

 
 
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

- ઝવેરચંદ મેઘાણી

Wednesday, 25 July 2012

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી



શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ
વિશ્વાધારમ ગગનસ્દૃશ્યમ મેઘવર્ણમ શુભાંગમ
લક્ષ્મીકાતમ કમલનયનમ યોગીર્ભીધ્યાનમ
વન્દે વિષ્ણુ ભવભય હરમ સર્વલોકૈકનાથમ

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
-- હર શંભુ ભોળા

પારવતીના પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

ગણેશજીના પિતા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

હાથમાં ડમરૂવાળા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

જોગી જટાળા પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી

જપ લે શિવકા નામ

સ્વર- શ્રી નારાયણ સ્વામી

જપ લે શિવકા નામ મનવા
ભજ લે શિવકા નામ [૩]

ૐ નામસે સબકુછ મિલે [૨]
મિલ જાયે રે રામ મનવા
ભજ લે શિવકા નામ

શિવજીકા નામ રાવણને રટા
રટા અંતરમેં આંઠો યામ
નામકા મહિમા બહોત બડા હૈ
બસેં હૈં ચારોં ધામ [૨]
દુનિયાકા રાજ રાવણકો દીયા[૨]
દીયા હૈ સુખ તમામ મનવા
ભજ લે શિવકા નામ

નારદ શારદ શેષ જપે હૈ
નવનાથ જપે એકનાથ
દેવદાનવને માનવ જપે હૈ
સાધુ સંત શ્રી રામ [૨]
રાત દિવસ બસ પંખીયા રટત હૈ [૨]
રટે હૈ જીવ જંતુ તમામ મનવા
ભજ લે શિવકા નામ

ગંગા ગોદાવરી જમુના જપે
સાગર કરે હૈ પ્રણામ
ચંદ્ર સૂરજ તારા જપે
ધ્રુવકો દીયા અમરધામ [૨]
સાંસજ તુ શિવને સમર લે [૨]
બિગડે બને તેરે કામ મનવા
ભજ લે શિવકા નામ

ૐ નમઃ શિવાય

Tuesday, 24 July 2012

શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી

ગાયક :- નારાયણ સ્વામીશંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી
ૐ નમઃ શિવાય

તાંડવ નાચે શિવ તાંડવ નાચે

તાંડવ નાચે રે શિવ નાચે તાડવ નાચે
દેવ નર નાર સહુ કુશળ યાચે
ધાધી લાંગ ધાધી લાંગ તાન તા તા થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

કિન્નર ગાંધર્વ ગાન તાન કરે છે
ભૂત પ્રેત ભૈરવ ગણ નાચ કરે છે
તાક તાક તાક તાક મૃદંગ તાકી થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

સરસ્વતી વીણાના તાર ઝણકાર થ્યા
નારદને શેષ વાહ વાહ કરી રહ્યા
ધીનક ધીન ધીનક ધીન ઝાંઝ પખવાજ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

દશે દિગપાલ તણાં હાથી ડોલે
હર હર હર દિશાઓ બમ બમ બોલે
ધણણ ધણણ જુઓ ધરતી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

હિમાલયને આંગણે હલચલ મચી
કૈલાસી કંદરામાં રોનક રચી
છુમક છુમ છુમક છુમ ધુધરી ઝાંઝરીની થઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
-- તાંડવ નાચે

વિષ્ણુને બ્રહ્મા વરણાગી બન્યા છે
અપસરા ને ઈન્દ્ર સાનભાન ભૂલ્યા છે
શિવોહમ શિવોહમ ડમક ડાક બની ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

ત્રિપુરારી નાચે છે તાંડવ અનુપ
નમણું કરે છે ચૌદ લોક તણા ભૂપ
જય જય જૈ જય જય જૈ ગગન હાંક પડી ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધુન લાગી ગઈ
---તાંડવ નાચે

રુદિયાને ઝંખના દરશની થઈ
અલગારી દાન કાર્ય કથા બની ગઈ
ૐ નમઃ શિવાય સૂરતા લ્હાણી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

કાજ સુધારે ભોલે ભક્તનકે


ગાયક:- નિરંજન પંડ્યા

આલ્બમ:- એકબાર શ્રી ભોલે ભંડારી
કાજ સિધારે ભોલે ભક્તનકે ભોલે
રખવાલે મતવાલે રખવાલે

કે બમ બમ ભોલે શંકર
ગલેમેં નાગ પહેનકર
કે ડમ ડમ ડમરુ બાજે

રાવણકો તુને લંકા દિયા હૈ
ભગીરથકો તુને ગંગા દિયા હૈ
હો... ગંગાકો [3] તુને નીરે દીયા
ભોલે રખવાલે મતવાલે રખવાલે
...............
-- કાજ સુધારે

હે...
ભસ્માસુરકો ભોલે કણ કણ દિયા હૈ
ભોલે ઉસને તેરા પીછા કીયા હૈ
હો... કણ કણ લેકે ઉનકો નાચ નચાયા
ભોલે રખવાલે મતવાલે રખવાલે
.................
-- કાજ સુધારે

હાઁ....
જો ભી આયે ભોલે દ્વાર પે તેરે
ઝોલીયાઁ ભર દી ઉસકી તુને
જો ભી માઁગા [3] વોહી દીયા
ભોલે રખવલે મતવાલે રખવાલે
..............
-- કાજ સુધારે


ૐ નમઃ શિવાય