Tuesday, 24 July 2012

તાંડવ નાચે શિવ તાંડવ નાચે

તાંડવ નાચે રે શિવ નાચે તાડવ નાચે
દેવ નર નાર સહુ કુશળ યાચે
ધાધી લાંગ ધાધી લાંગ તાન તા તા થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

કિન્નર ગાંધર્વ ગાન તાન કરે છે
ભૂત પ્રેત ભૈરવ ગણ નાચ કરે છે
તાક તાક તાક તાક મૃદંગ તાકી થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

સરસ્વતી વીણાના તાર ઝણકાર થ્યા
નારદને શેષ વાહ વાહ કરી રહ્યા
ધીનક ધીન ધીનક ધીન ઝાંઝ પખવાજ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

દશે દિગપાલ તણાં હાથી ડોલે
હર હર હર દિશાઓ બમ બમ બોલે
ધણણ ધણણ જુઓ ધરતી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

હિમાલયને આંગણે હલચલ મચી
કૈલાસી કંદરામાં રોનક રચી
છુમક છુમ છુમક છુમ ધુધરી ઝાંઝરીની થઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
-- તાંડવ નાચે

વિષ્ણુને બ્રહ્મા વરણાગી બન્યા છે
અપસરા ને ઈન્દ્ર સાનભાન ભૂલ્યા છે
શિવોહમ શિવોહમ ડમક ડાક બની ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

ત્રિપુરારી નાચે છે તાંડવ અનુપ
નમણું કરે છે ચૌદ લોક તણા ભૂપ
જય જય જૈ જય જય જૈ ગગન હાંક પડી ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધુન લાગી ગઈ
---તાંડવ નાચે

રુદિયાને ઝંખના દરશની થઈ
અલગારી દાન કાર્ય કથા બની ગઈ
ૐ નમઃ શિવાય સૂરતા લ્હાણી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

No comments:

Post a Comment