Friday, 24 August 2012

રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી


બોલો રાધે બોલો રાધે

રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી
આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી

રાધા મેરી ચંદા ચકોર હૈ બિહારી
- રાધે રાધે

રાધા રાની મિસરી તો સ્વાદ હૈ બિહારી
- રાધે રાધે

બોલો રાધે બોલો રાધે

રાધા મેરી ગંગા તો ધાર હૈ બિહારી
- રાધે રાધે

રાધા મેરી ગોરી તો સાઁવરે બિહારી
--રાધે રાધે

રાધા રાની સાગર તો તરંગ હૈ બિહારી
--રાધે રાધે

બોલો રાધે બોલો રાધે

રાધા રાની મોરલી તો તાન હૈ બિહારી
-- રાધે રાધે

જય શ્રી રાધે

કાનાને માખણ ભાવે રે

સ્વર:- ફાલ્ગુની પાઠક
કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ
મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ
--કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ
ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ
-- કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં
છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ
-- કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ
-- કાનાને માખણ ભાવે રે

નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા

 
નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા [2]
જય જય ગોકુલ નંદા ભજો રે મન ગોવિંદા
----નટવર નાગર

સબ દેવોમેં કૃષ્ણજી બડે હૈ
સો તારોમેં ચંદા ભજો રે મન ગોવિંદા
----નટવર નાગર નંદા

સબ સખીયનમેં રાધાજી બડી હૈ [2]
દો નદીયનમેં ગંગા ભજો રે મન ગોવિંદા
---નટવર નાગર નંદા

ઈનકો ભા લે ઈનકો મનાલે
કર માધવ સતસંગા ભજો રે મન ગોવિંદા
--નટવર નાગર નંદા

જય જય ગોકુલ ચંદા ભજો રે મન ગોવિંદા

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો [2]
રાધા રમણ હરિ ગોવિંદ બોલો [2]

હોરી ખેલે નંદલાલ ચાલોને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલોને જોવા જઈએ રે

ભર પીચકારી તન પર ડારી
ગ્વાલ કો પકડે ગોપાલ ચાલો ને જોવા જઈએ રે

હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

સાઁવરિયો આ તન પસારો
રાધાકે સંગ કિલકારો ચાલોને જોવા જઈએ રે

હોરી ખેલે ચાલોને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

ભર પીચકારી એ તન પર ડારે
ભર ભર વારંવાર ચાલો ને જોવા જઈએ રે

હોરી ખેલે નંદલાલ ચાલોઅને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો
રાધા રમણ હરિ ગોપાલ બોલો

પારણિયું બંધાય યશોદાજી ગાય

પારણિયુ બંધાય યશોદાજી ગાય
હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય

હે મારા લાલાને હે મારા કાનાને હે મારા વ્હાલાને હિચકે હિંચકાવું
એના ગીત મધુરા હું ગાવું
હો મારા હૈયામાં એને સમાવું એના હૈયામાં હું તો સમાવું
એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ
એવા સુંદર દેખાય
-પારણિયુ બંધાય

હે હું તો ઈચ્છુ કે જલ્દી ન જાગે કોઈ રમાડવાને ન માંગે
એને બાંધ્યો છે કાળે રે ધાગે એને નજર કોઈની ન લાગે
હે મારો લાલો કરમાય એ તો જોયું ના જોવાય
મારું દિલડું દુભાય
-- પારણિયું બંધાય

હે જ્યારે મોટો કન્હૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે
હો હું તો મોટો કરું છું એવી આશે કે લાલો સદા રહેશે મારી પાસે
શ્રી વલ્લભ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય
સર્વે વારી વારી જાય
--- પારણિયું બંધાય


જય શ્રીકૃષ્ણ

ગોપલ મારો પારણિયે ઝુલે રે

ગાયક:- હેમંત ચૌહાણ
ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની ગોપી રે
-- ગોપાલ

મારો ગોપાલ તને રમકડા આલુ રે
ગોપલ તને માખણિયું ભાવે રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે
-- ગોપાલ મારો

ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
કે નાના નાના ડગરિયા રે ભરાવું
ગોપાલ તને આંગણિયામાં નચાવું
-- ગોપાલ મારો

ગોપાલ તને ચાંદની રાત રમાડે
કે હાથમાં ઘૂઘરડો રે વગાડે
પરોઢિયે આવીને રે જગાડે
--ગોપાલ મારો

ગોપાલ તને મોરપિચ્છ મુકુટ પહેરાવુ
ને તારી કેડે કંદોરો પહેરાવું
ગોપાલ તને સોના પારણિયે ઝુલાવું
--- ગોપાલ મારો

જય શ્રીકૃષ્ણ