Friday, 24 August 2012

પારણિયું બંધાય યશોદાજી ગાય

પારણિયુ બંધાય યશોદાજી ગાય
હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય

હે મારા લાલાને હે મારા કાનાને હે મારા વ્હાલાને હિચકે હિંચકાવું
એના ગીત મધુરા હું ગાવું
હો મારા હૈયામાં એને સમાવું એના હૈયામાં હું તો સમાવું
એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ
એવા સુંદર દેખાય
-પારણિયુ બંધાય

હે હું તો ઈચ્છુ કે જલ્દી ન જાગે કોઈ રમાડવાને ન માંગે
એને બાંધ્યો છે કાળે રે ધાગે એને નજર કોઈની ન લાગે
હે મારો લાલો કરમાય એ તો જોયું ના જોવાય
મારું દિલડું દુભાય
-- પારણિયું બંધાય

હે જ્યારે મોટો કન્હૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે
હો હું તો મોટો કરું છું એવી આશે કે લાલો સદા રહેશે મારી પાસે
શ્રી વલ્લભ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય
સર્વે વારી વારી જાય
--- પારણિયું બંધાય


જય શ્રીકૃષ્ણ

No comments:

Post a Comment